રહ્યા છે દૂર તો પ્રભુ, પાસે એને તો તું લાવજે
પાસે લાવી, એને તો હૈયામાં, એવા તો સ્થાપજે
છટકવાની છે આદત તો પ્રભુની, લક્ષ્યમાં આ તો રાખજે
છટકશે હાથમાંથી જ્યાં, ના જલદી હાથમાં પાછા આવશે
અનુભવ તો છે તારા, જનમોજનમથી રહ્યા છે છટકતા
પકડી પીછો તો એનો, ગોતી હાથમાં એને રાખજે
ચાલશે ના દોરી કોઈ કાચી, જોઈશે પ્રેમની દોરી પાકી
બાંધવા એને તો મુશ્કેલ બનશે, બાંધવું એને શીખી લેજે
બાંધ્યા છે જ્યાં અન્ય ભક્તોએ, બાંધવામાં ના રહેજે તું બાકી
છે છટકવાની આદત એની, પૂરી લક્ષ્યમાં સદા આ રાખજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)