થઈ જાય છે દિલમાં જ્યાં ઘડીએ ઘડી
મળવા આવ રે ‘મા’, મને હવે તો જલદી
વીતતી જાય છે રે ‘મા’, ક્ષણ-ક્ષણ તો યુગો જેવી - મળવા...
પોકારી રહ્યો છું રે ‘મા’, તને હવે તો હરઘડી
લગાડ ના વાર રે માડી, હવે તો જરા - મળવા...
પડતું નથી ચેન તો તારા વિના ક્યાંય ભી
લાગે છે ફિક્કા, ધનદોલત ને જીવન ભી - મળવા...
કરું શું હું વાત તો તને, જ્યાં હું ભાનમાં નથી
આવશે ના ભાન તો મને, તારાં દર્શન વિના તો નહીં - મળવા...
પાડવાં નથી આંસુ તો મારે, દુઃખી તને કરવી નથી
લૂંટી લેજે મારું બીજું બધું, યાદ મારી લૂંટી લેતી નહીં - મળવા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)