બનશો ના અભિમાની રે જગમાં, બનશો ના અભિમાની
સાંખી ના લેશે, એ તો જગજનની, લેશે ના એ તો સાંખી
વળશે ના તારું એમાં રે, પામીશ ના તું કાંઈ, બનીને રે ગુમાવી
રાવણનું અભિમાન ના રહેવા દીધું, બની ત્યાં એ તો ધનુર્ધારી
ભરી સભામાં છેદ્યું મસ્તક શિશુપાલનું, બની ત્યાં એ ચક્રધારી
મહિષાસુરને હણ્યો રે જગમાં, બની ત્યારે તો અષ્ટભુજાળી
ચડે અભિમાન મસ્તકે ને હૈયે, કરે નાશ એનો જગમાં ભમાવી
ચડે જ્યાં ઘેન અભિમાનનું, ના બનવા દે એ પ્રભુગુણના અનુરાગી
કર્યા વિના ના મળે રે કાંઈ જગમાં, રહેશો ના શુષ્ક વાણીમાં રાચી
માગજે દયા એક વાર પ્રભુની, વળશે ના તારું વારંવાર માગી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)