છો તમે તો અમારા, હકીકત અમે તો એ સ્વીકારી, પ્રભુ તમે એ સ્વીકારો
રહ્યા છીએ અમે તો માયામાં ડૂબી, તારા વિના નથી તો કોઈ અમારો સહારો
દર્દ ને દર્દથી રહ્યા છીએ જગમાં અમે પીડાતા, જોજો થાય ના એમાં કોઈ વધારો
રહે ના કાંઈ ચિત્ત પૂજાપાઠમાં, હાલત અમારી હવે એ તો તમે સુધારો
જાણીએ છીએ, છો તમે ઘણા વ્યસ્ત, સ્વીકારીને વિનંતી અમારી, તમે પધારો
દુર્ભાગ્યે ને દુર્વૃત્તિઓએ દીધો છે, એણે તો જીવનમાં મચાવી તો હુંકારો
શુભ ઇરાદાઓમાં તો રહીએ સ્થિર તો અમે, અમારા શુભ ઇરાદાઓમાં કરો વધારો
સંસારમાં ચડી છે તોફાને તો અમારી નાવડી, અમારી નાવડીને તમે હવે હંકારો
સ્વીકારીએ છીએ કરી છે ભૂલો અમે તો ઘણી, પ્રભુ તમે હવે તો એ વિસારો
વીત્યા તો કંઈક જન્મો તો દર્શન વિના, રાખો ના ખાલી અમારો આ જન્મારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)