જગમાં જીવનને જે સમજ્યા, તે પ્રમાણે વર્ત્યા, જગમાં એ તો જાગ્યા છે
રહ્યા માયામાં ડૂબી, રહ્યા સ્વપ્નાં એનાં સેવી, જગમાં એ તો સૂતા છે
સારાં કર્મો ને સારા વિચારો કર્યાં તો જેણે, જગમાં એ તો જાગ્યા છે
પાપમાં ને પાપમાં રહ્યા હાથ નાખતા તો જીવનમાં, જગમાં એ તો સૂતા છે
કર્તા તો છે જગમાં તો પ્રભુ, જાણ્યું ને વર્ત્યા એ પ્રમાણે, જગમાં એ તો જાગ્યા છે
કરી કરી કર્મો, કરી કોશિશો તો એમાંથી છટકવાની, જગમાં એ તો સૂતા છે
નમ્યા જગમાં જે સહુને, જોયા સર્વમાં તો પ્રભુને, જગમાં એ તો જાગ્યા છે
સ્વાર્થ સાધવા, રહ્યા રચ્યા-પચ્યા તો જે જીવનમાં, જગમાં એ તો સૂતા છે
સમજ્યાં કષ્ટોને તો જીવનમાં પ્રભુની તો હાર, જગમાં એ તો જાગ્યા છે
ભેદ ને ભેદની ભવાટવીમાં, રહ્યા તો જે ભટકતા, જગમાં એ તો સૂતા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)