સમસ્યાઓ તો જીવનમાં તો આવશે, જીવનમાં તો જાગશે
ના કાંઈ જીવનમાં તો એનાથી, દૂર ભાગવાથી એ ઉકેલાશે
ના કાંઈ જીવનમાં માથે હાથ દઈ, બેસી રહેવાથી એ અટકશે
મૂળ એના તો જીવનમાં પડશે શોધવું, એના મૂળ સુધી પહોંચવું પડશે
પડશે પહોંચવું મૂળ સુધી, ઉખેડયા વિના, એને ના એ અટકશે
હશે સમસ્યાઓ તો જુદી જુદી, તારવવાથી એ જુદી દેખાશે
જુદી જુદી સમસ્યાઓ પાડી જુદી, મૂળ ઉખેડી અંત લવાશે
જીવનમાં ગભરાઈને બેસી રહેવાથી, ના કાંઈ દૂર એ તો થાશે
છે સમસ્યાઓથી ભરેલું જીવન, સમસ્યા વિનાનો માનવી ના મળશે
લાગશે જીવન તો જીવવા જેવું, સમસ્યા સમજાશે ને અટકશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)