તારી કોણ ખુશી લૂંટી ગયું, જીવનમાં તારી કોણ ખુશી લૂંટી ગયું
સરળ રીતે વહેતા તારા જીવનને, જીવનમાં કોણ અવરોધ નાખી ગયું
તારા હૈયાના શાંતિના સાગરમાં, જીવનમાં કોણ પથ્થરા ફેંકી ગયું
સુખના વાયરા વાતા હતા તો જીવનમાં, કોણ દિશા એની બદલી ગયું
તારા હૈયાના સંતોષના સાગરમાં, અસંતોષનો અગ્નિ કોણ જલાવી ગયું
આનંદમાં નહાતા તારા હૈયામાં, દુઃખની લ્હેરી તો કોણ ઊભું કરી ગયું
મનડાની તારી મુક્ત ગતિને, જીવનમાં કોણ બંધનમાં એને નાખી ગયું
તારી ઇચ્છાઓની વહેતી સરિતાને, જીવનમાં કોણ ઠેસ એને પહોંચાડી ગયું
તારી સરળ ભાગ્યરેખાઓ, જીવનમાં કોણ એને આડીઅવળી કરી ગયું
તારા જીવનના સુંદર સપનામાં તો જગમાં, કોણ ખલેલ એને પ્હોંચાડી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)