મારાં ને મારાં કર્મો (2) મારાં કર્મો દઈ રહ્યાં છે મને શિક્ષા
ઠગું હું તો જાતને, ઠગું હું તો જગને, જગમાં એ કોને કહું
કરે જગ શિક્ષા પ્રભુ તને કહું, કરે શિક્ષા કર્મો મને, કોને કહું
સારાં કે માઠાં, છે કર્મો તો મારાં, ક્યાંથી હવે એને તો બદલું
લઈને આવ્યો જ્યાં સાથે એ જગમાં, હવે ક્યાં એને ફેંકું
છે અસ્તિત્ત્વ મારું એનાથી, ક્યાંથી જુદા એને તો પાડું
છે જીવન સાથે જોડાયેલી પૂંછડી કર્મની, કેમ કરી એને કાપું
બની ગયું હવે એ અંગ તો મારું, કાપતાં એને દર્દ તો થાતું
બંધાયેલો છું એના બંધનથી એવો, મુક્ત ના હું ફરી શકું
છે અસ્તિત્ત્વ મારું એનાથી, એના વિનાની કલ્પના ક્યાંથી કરું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)