કાઢવા હૈયામાંથી મોતી, કર્યું મંથન, મોતી ના મળ્યું ઝેર નીકળ્યું
શોધવું હતું હૈયાના ઊંડાણમાં શું હતું ઊતર્યા ઊંડે, અંધકાર વિના બીજું ના મળ્યું
ખીલવવું હતું હૈયાનું કમળ, ઊતર્યા જ્યાં અંદર, એમાંથી તો કાદવ નીકળ્યું
નીકળ્યો શોધવા પ્રભુને હૈયામાં, માયાનું બંધન એમાં તો નડયું
દરિદ્રની કરી ઉપેક્ષા તો જીવનમાં, જીવનમાં દયામણા બનવું ના હતું
સુખસંપત્તિને શોધવી છે જીવનમાં, સંપત્તિ હૈયાની ખોવી પોસાય એમ ના હતું
શોધવા હતા સાચા સાથીદારો જીવનમાં, કાર્ય એ તો મુશ્કેલ તો હતું
બદલ્યાં દર્પણ ઘણાં જીવનમાં, મુખનું દર્શન બધામાં તો એ જ હતું
ના નજદીક કે કોઈ દૂર હતું, સહુ સહુની ભાવની સીમાથી બંધાયેલું હતું
મોતીનાં ગાડાં ના હતાં તો ભરવાં, હૈયું અણમોલ મોતીની શોધમાં હતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)