ખુલ્લા દિલથી રે, પોતાની ભૂલોના જીવનમાં એકરાર જે કરી શક્યા
પોતાના જીવનમાં તો એ બદલી લાવી શક્યા, મોકા ના એ તો ચૂક્યા
પગથિયાં ભૂલોનાં તો જે ના ચડયા, ભૂલોમાં તો ના એ અટવાઈ ગયા
સંબંધે સંબંધે સંબંધ બદલાયા, માપ એના તો એ કાઢી શક્યા
ભૂલોની પરંપરાથી દૂર જે રહ્યા, ભોગ એના એ તો ના બન્યા
ભૂલો ને ભૂલો જે કરતા રહ્યા, એનાં પરિણામોમાંથી ના એ બચ્યા
હસતા મુખે એકરાર જેણે કર્યાં, જીવનમાં ભૂલો તો એ સુધારી શક્યા
ભૂલો ને ભૂલોમાં જે રાચતા રહ્યા, જીવનમાં એકરાર ના એ તો કરી શક્યા
ભૂલો ને ભૂલો કરી જીવનમાં, કિંમત પોતાની એમાં ઓછી એ કરતા રહ્યા
ખુલ્લા એકરારથી જીવનમાં, પડેલી તરાડોને તો એ તો પૂરી શક્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)