લગાડશો ના તમે કાંઈ ખોટું, મારા વ્હાલા રામજી તમને શામજી કહેવાથી
સંયમ ના છોડયો તમે, ફરક પડયો તમને, તો માખણ ચોરવાથી
જન્મ્યા તમે રાજમહેલમાં, પડયો ના ફરક તમને, કારાવાસમાં જન્મ લેવાથી
વનવન ભટક્યા તમે, જલાવી લંકા, સીતાનું અપહરણ તો થવાથી
દોડયા તત્કાળ કરવા સહાય દ્રૌપદીની, વસ્ત્રહરણ એનું કરવાથી
અટક્યા ના તમે લીધો બદલો, રુક્ષ્મણીનું તો અપહરણ કરવાથી
રીંછ વાનરોની સહાય લેતા ના અચકાયા, ભાગ્યા રણ છોડી રણ છોડવાથી
જીતી જીતી સોપ્યાં રાજ્યો પાછાં, પડયો ના ફરક કાંઈ અંતરમાં જીતવાથી
ગજાવ્યું આકાશ તમે ધનુષ્યબાણથી, ગજાવ્યું આકાશ તમે શંખનાદથી
રહ્યા તમે એક પત્ની વ્રતધારી, પડયો ના ફરક તમને અષ્ટ પટરાણીઓથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)