જીવનમાં હૈયામાં તો ભર્યો ભર્યો પ્યાર છે, પણ એકરાર નથી
હૈયામાં રમે છે પ્યાર તો કેંદ્રમાં, જીવનમાં તો એનો વિસ્તાર નથી
દુઃખદર્દના પડે છે ચૂકવવા દામ જીવનમાં, હિંમત વિના, હાર વિના બીજું નથી
સુખસમૃદ્ધિનાં ચડાણ છે કપરાં, વારંવાર થાકવાથી ચડાવાના નથી
દુઃખે દુઃખે જીવન તો જીવશું, જીવન એને તો કહી શકવાના નથી
માનવ થઈને આવ્યા, માનવ થઈને રહેવાનું, દાનવ બનવાનું નથી
જીવ હથેલીમાં રાખી પડશે જીવવું જીવનમાં, જો હૈયામાંથી ચિંતાને ખંખેરી નથી
દીધાં છે દાન જીવનમાં ઘણાએ ઘણાં ઘણાં, જીવનનું દાન દઈ શકાતું નથી
આવશે આફતો જીવનમાં તો કઈ દિશામાંથી, કોઈ એ કહી શકતું નથી
બેસૂરા જીવનમાંથી જગમાં, જીવનની મધુરી રાગિણી કાંઈ ઊઠતી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)