કર્યો નથી ગુનો જે જીવનમાં, તકસીરવાર એનો, ઠરાવો છો શાને
વાંચ્યું નથી જીવનનું પાનું તો મેં જ્યાં, ગુનેગાર શાને એનો ગણાવો છો
હતા પ્રેમના ઘા છુપાવેલા તો હૈયામાં, ખુલ્લા એને તો શાને કરો છો
લૂંટાવી દીધી હર પળ મસ્તીની વિયોગમાં, પ્રેમમાં અધૂરો શાને ગણો છો
કર્યું મનગમતી મૂર્તિનું પૂજન હૈયામાં, દીવાનો જાણો ગુનેગાર શાને ગણો છો
નથી કરામત કોઈ હૈયામાં, દ્વાર છે હૈયાનાં ઉઘાડાં, ગુનેગાર શાને ગણો છો
મેળવ્યા ના તાલ જમાના સાથે, ખાધી ઠોકરો જીવનમાં, ગુનેગાર શાને ગણો છો
રહી ગઈ કંઈક ઇચ્છાઓ કુંવારી જીવનમાં, જીવનમાં શાદી એની રચાવી શક્યો
પ્રેમની મંઝિલ ના મળી, નથી પ્રેમને વખોડયો જીવનમાં, ગુનેગાર શાને ગણો છો
સ્થિર ના રહી શક્યો, ના બની શક્યો, જોયું ના એ પાનું જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)