જીવ, જગમાં તું, દઈ મોતને પડકાર, જગમાં જીવન તો તું જીવ
કરી મર્દાનગીને મોતને હવાલે, બની મરજીવો જીવન તો તું જીવ
સજાવી પ્રેમનો શણગાર તો જીવનને, જીવન જીવ તો તું એવું જીવ
જીવન તો રણસંગ્રામ તો છે જગમાં, જીત મેળવીને જગમાં તું જીવ
જીવન તો છે જગમાં કાચો હીરો, પહેલ પાડીને, ચમકીને જગમાં જીવ
જીવન તો છે સહુની માટી રે જગમાં, બનીને સોનું એમાંથી જગમાં જીવ
સુખચેન તો છે જગની રે માળા, હૈયામાં પહેરીને એને તું જીવ
જીવન તો છે કોરી કિતાબ જગમાં, લખી એને શોભાવી તું જીવ
જીવનને બનાવી અત્તરનો ફુવારો, સુગંધ ફેલાવી એની તું જીવ
જીવન તો છે અમાનત તો પ્રભુની, સાચવીને તો જગમાં એને તું જીવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)