રહેવું છે જગમાં, જગવું છે જગમાં, ધીરે ધીરે જગને તો જાણી લેજો
તારા થઈને જગશે, રૂંધશે રસ્તા તારા, જગમાં તો એ સમજી લેજો
કોઈ પાશે ઝેર જીવનમાં, પાશે કોઈ અમૃત, બંનેને તો પચાવવાં પડશે
સુખ ને દુઃખ છે જીવનનાં અંગો, બંનેનો મેળ જીવનમાં તો સાધી લેજો
જાણ્યું નથી અંતર તેં તારું, અન્યનું અંતર જાણવા શાને તું મથે
રાખીને અન્યને અંધારામાં, પ્રકાશ જીવનમાં જગમાં તું શાને ગોતે
પ્રેમના તાંતણા ખેંચશે અન્યના પ્રેમના અંતરના તાંતણા, હૈયે વાત આ ધરજે
રસ્તે નથી કોઈ રઝળતાં જગમાં, રહ્યા છે સહુ પ્રભુના જગમાં સમજજે
ઢાંક્યું છે અંગ સહુએ સ્વાર્થથી, સ્વાર્થ નિચોવી જગમાં સહુને જોજે
ટકરાયા છે જગમાં સહુ વ્હાલા ને વ્હાલા ઝાઝા, રીત છે જગની આ સમજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)