હતું તો એ એક, નાનુંઅમથું તો ફરફરિયું
સીધાસાદા ચાલતા જીવનને તો એ ધ્રુજાવી ગયું
આપીને સમાચાર એવા, આશા પર પાણી ફેરવી ગયું
મુક્ત મને મહાલતા જીવનને, ચિંતામાં એ નાખી ગયું
સુખમાં નહાતા હૈયાને, ખલેલ તો એ પહોંચાડી ગયું
વગર ચીસે, હૈયાને મૂંગી ચીસ એ પડાવી ગયું
ધરતીકંપ જેવાં પરિણામો, હૈયાને એ આપી ગયું
આનંદમાં નહાતાં એ દિલમાં, દર્દ ઊભું કે કરી ગયું
હતા નાના કાળા અક્ષરો, ધરતીકંપ ઊભું કરી ગયું
ભોળી ભોળી હસતી આંખોને અશ્રુમાં નવડાવી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)