હજારો સપનાંમાં તો એક સપનું તો સોનેરી હતું
મા નું મરક મરક થાતું મુખડું એમાં દેખાયું હતું
એનું મુખ તો સુંદર અને અનુપમ તેજથી વિભૂષિત હતું
એની આંખો તો અમી વર્ષા વરસાવી રહ્યું હતું
એની આંખો તો પરમ પ્રેમના સંદેશા તો દેતું હતું
એનું અંગે અંગ તો, સૌમ્ય તેજથી ચમકતું હતું
એના હોઠ તો મરક મરક મીઠું હાસ્ય વેરતું હતું
એના એ સ્વરૂપને જોઈ, હૈયું તો ધન્યતા અનુભવતું હતું
એના મુખમાંથી નીકળતા મીઠા શબ્દો, સાંભળવા હૈયું ઝંખતું હતું
એવું સ્વપ્નું નિત્ય જોવા તો દિલ ચાહતું હતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)