કરી કરી જીવનના ટુકડા, મથી રહ્યો છે એને જોડવા
અનેકત્વમાંથી મથી, રહ્યો છે શોધી તો એકત્વને પામવા
કરે છે કોશિશો તો ખુદને ખુશ રાખવા ને ખુશ કરવા
ફરી વળે છે મહેનત પર જ્યાં પાણી, બેસે છે અફસોસ કરવા
હરેક વાતના કરે ટુકડા, કરે ગોઠવી દૃશ્યો તો નવાં ઊભાં
બની ગયા છે હવે એવા રીઢા, ટુકડા નથી હવે એને તો નડતા
દુઃખ અને દુઃખના ઊઠતા ભલે રહે, જીવનમાં તો પરપોટા
એકમાંથી પડયા જ્યાં છૂટા, એકમેકને રહ્યા છે તો ઝંખતા
છે કહાની હરેક માનવની, નથી બદલી એમાં તો એ લાવતા
જાગે છે ક્યારેક સહુના હૈયે ભાવો તો અદીઠથી એક થવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)