બરકત વિનાની મહેનત કરી, જીવનમાં આવી ને આવી કમાણી કરી
હરકતની દહેશત હતી દિલમાં, જગમાં જીવનની આવી મહેરબાની હતી
કુદરતની કરામતની રાહ જોવાની હતી, રાહ કાજે તો ના કોઈ ફુરસદ હતી
પ્રભુની મહોલતની ઝંખના તો હતી, દિલની દોલત એને તો ગણવી હતી
શિકાયતભર્યા દિલમાં, શિકાયતની તો શરારત તો ભરી હતી
જીવનના અનોખા સજાવટની મહેફિલ પર, તોફાનોની નોબત વાગી હતી
દુઃખને દાવત ના દીધી હતી, જીવનમાં દુઃખની રમઝટ જામી હતી
ચાલ જીવનની એવી નપાવટ હતી, ના દુઃખની તો કોઈ પતાવટ હતી
જીવનમાં દુઃખની ઝાઝી મિલાવટ હતી, જીવનની આવી તો હાલત હતી
જીવનમાં જીવનની આવી તો સજાવટ હતી, બરકત વિનાની મહેનત હતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)