ઝબકી ગઈ એ તો ચમકી ગઈ (2)
કાજળઘેરા આકાશમાંથી, મારગ એનો કાઢી, આકાશમાં વ્યાપી ગઈ
જન્મી વાદળમાંથી, વ્યાપી આકાશે, ધરતીમાં એ તો સમાઈ ગઈ
બંધ નજરમાંથી આરપાર નીકળી, હૈયામાં એ તો ઊતરી ગઈ
ક્ષણ ક્ષણના ઝબકારા રે એના, ક્ષણનો મારગ એ બતાવી ગઈ
ક્ષણ ક્ષણમાં ચમકી એ આકાશે, ક્ષણનો ઉજાસ એ પાથરી ગઈ
એની હાજરી આકાશે નોબત ગડગડાવે, દોડી આકાશે અલોપ થઈ ગઈ
ચમકી, એ દોડશે ક્યાં, બધી ધારણા એમાં એ ખોટી પાડી ગઈ
ધરતીને વરસાદની આપીને આશા, આકાશમાં પાછી એ છુપાઈ ગઈ
ઝગમગતી ને ઝગમગતી આકાશે, દૃશ્યો મનોહર ઊભાં એ કરી ગઈ
રહી ના સ્થિર એ તો ક્યાંય, આકાશમાં એ ફરતી ને ફરતી રહી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)