રક્ષા કરો, રક્ષા કરો અરે ઓ જગના રક્ષણહાર, મારી રક્ષા કરો
જ્ઞાન, અજ્ઞાન ચીજો રહી છે મારતી ખૂબ માર, મને મારા રે જીવનમાં
સહ્યાં માર વિકારોના તો ખૂબ જીવનમાં, નથી હવે એ તો સહેવાતા
ઝીલ્યા ભાગ્યના માર, ખૂબ રે જીવનમાં, નથી હવે એ તો જીરવાતા
કર્યા સહન મેણાં, ટોણાં જીવનમાં, ખૂબ અપમાન હવે નથી એ સહેવાતા
કરું કોશિશ, મનને તો સ્થિર કરવા, નથી જીવનમાં સ્થિર એ રહેવા દેતા
લાવે દબાણ જીવનમાં ચારે દિશાઓમાંથી, રહેવું ક્યાં સુધી એમાં તો દબાતા
કરું કોશિશ, કરવા દૂર, ક્રોધ અને અભિમાન જીવનમાં, રહે એ જાગતા ને જાગતા
દુઃખ દર્દના મળ્યા છે જીવનમાં, ભાગ્યના રે દાન, નથી હવે એ સહેવાતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)