હરેક વાતમાં લાગી તને તો કમી, કઈ વાતને ગણવી તો પૂરી
હરેક વાત દે છે સંદેશા, શું તું એ સંદેશા નથી શક્યો ઝીલી
જ્યાં પૂરું છે ત્યાં નથી કાંઈ બાકી, વાત ત્યાં એની તો શું કરવી
હરેક વાતમાં તો છે શક્તિ એની તો જુદી, છે એ તો જુદી ને જુદી
હરેક વાતમાં છે સંદેશા જુદા, ભેળવી એને, મુસીબત ઊભી ના કરવી
હરેક વાત તો છે છાપ હરેકની, હશે છાપ એની એ તો આગવી
જાગે ભલે દુઃખદર્દ તો વાતમાંથી, વાત તેથી નથી કાંઈ અટકતી
હરેક વાત શરૂ થાય છે કોઈ વાતથી, હોય છે શરૂઆત એ તો એની
હશે કરવો જો સમય પસાર જીવનમાં, પડશે હરેક વાતને લંબાવવી
હરેક વાતમાં છે તત્ત્વ ઇંતેજારીનું, કંઈક કહેવાની, કંઈક જાણવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)