કોના ભરોસે તો રખાય, જીવનમાં કોના ભરોસે કરાય
દે ના દગો જીવનમાં કોઈને જરાય, જીવનમાં એનો ભરોસો રખાય
વાયરે વાયરે બદલે દિશા જે જીવનમાં, એનો ભરોસો ના રખાય
નથી ભરોસો જેને તો ખુદમાં, એના ભરોસે કેમ કરીને થાય
ભરતી ઓટની રાહ જુએ, જુએ રાહ સમયની, એના ભરોસે કેટલું કરાય
જે સ્વાર્થ વિના પાડે ના ડગલાં જીવનમાં, એવા ભરોસે કેમ રખાય
આંખની શરમ ના રાખે, પૈસાની ગણતરી તો જે કરતા જાય
વાતે વાતે જે ફેરવી તોલે, કરતાં ખોટું જીવનમાં જે ના અચકાય
સ્થિર નથી તો જેની જીવનગાડી, જીવનમાં એની નાવડીમાં ના બેસાય
છે પ્રભુ સ્થિર એક જ તો જગમાં, એના ભરોસે બધું રખાય ને કરાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)