તકદીર તો રડાવે જેને તો જીવનમાં, કોણ શકે એને હસાવી
મારે તકદીર, લપડાક તો જેને જીવનમાં, કોણ શકે એને બચાવી
રાત વિનાનો કોઈ દિવસ નથી, દિવસ વિનાની નથી કોઈ રાત
એવા આ જગમાં, સંકળાયેલા છે જીવનમાં, અંધકાર ને પ્રકાશ
ખરડાયેલા હશે હાથ જેમાં જેના, પાડશે ડાઘ, લાગશે જ્યાં હાથ
કરશો ના જીવનમાં તો એવી વાત, અનેકના જીવનમાં પડે ઊંડા પ્રત્યાઘાત
વાતો વાતોના, જામ ભરેલા છે જીવનમાં, મળશે ના એમાં નિરાંત
દુઃખ વિનાના મળશે ના દહાડા, જીવન તો જ્યાં સુખદુઃખમાં તોલાય
રડી રડી વળશે શું જીવનમાં, હસનારા સાથે જગ તો હસે સદાય
તકદીર હસાવે કે ભલે રડાવે જીવનમાં, રહેશે સ્થિર એમાં તો સદાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)