હસતું મુખડું ને વળી એમાં હાસ્ય ભળે
એ તો જાણે, સોનામાં તો સુગંધ ભળે
દિલથી તો જમીન ખેડે, જો એમાં મેઘરાજા મ્હેર કરે
તનથી જ્યાં થાક્યા હોઈએ, એમાં જો મીઠો આવકાર મળે
પ્રેમનીતરતાં નયનો ને એમાં વળી મધુરી વાણી ભળે
પ્રકૃતિ સૌંદર્યથી સભર રહે, એમાં ખળખળ નદી જો વહે
હૈયામાંથી વાણી વહે, સાંભળનારા જ્યાં કદરદાન મળે
પૂનમની રાત ખીલે, બંસરી કાનુડાની એમાં સૂર છેડે
દિલની દુનિયામાં દર્દ ઊંડા, એના જો ઝીલનારા મળે
ભરતી તો પુરબહારમાં ખીલે, ચંદ્રકિરણો એમાં પડે
જ્ઞાનની સરિતા વહે એમાં જ્યાં નીર્મળતા ભળે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)