શિકાયત વિનાની રોશની દિલમાં, હવે જલાવો તો તમે
હરેક વાતમાં ના કહો છો શાને, સમજીને હવે, હા પાડો તમે
પ્રભુના નૂરથી મારગ તો તમારા, આ જગમાં પ્રકાશિત કરો તમે
હર સમયે ને હરપળે, સંપર્ક પ્રભુનો, જગમાં તો એ કરો તમે
આસપાસમાં ને શ્વાસમાં, છે પ્રભુ સાથમાં, અનુભવ એનો કરો તમે
પ્રભુના વિશ્વાસે વહેતા વાયરાનો, જીવનમાં અનુભવ કરો તમે
હસતા મુખથી જીવો જીવન, હસતા મુખે પ્રભુને જગમાં યાદ કરો તમે
ભર્યું ભર્યું છે જગમાં બધું, દુશ્મનાવટ જગમાં ઊભી ના કરો તમે
મિટાવી અહંને જીવનમાં, જગમાં જીવનની શુભ શરૂઆત કરો તમે
જીવન તો છે અમાનત પ્રભુની, એની અમાનત સમજીને જીવો તમે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)