સમજ્યો ના જીવનમાં જ્યાં, ચાલ્યો ના જીવનની સાથે તો જ્યાં
જમાનાએ ત્યાં તો લાત મારી, જમાનાએ ત્યાં તો લાત મારી
લૂંટવા નીકળ્યો તું જમાનાને, આપી ના શક્યો જ્યાં તું જમાનાને - જ્યાં...
બેસમજદારીભર્યું જીવ્યો જીવન, દીધો ના સાથ તેં તો જમાનાને - જ્યાં...
કોણ તું ને કોણ હું કર્યું જીવનમાં, જમાનાને સમજાયું કેવો છે તું - જ્યાં...
પહેર્યા ઘણા નકાબો જીવનમાં, જમાનાએ કર્યાં ખુલ્લા તો એને - જ્યાં...
કરી કોશિશો જમાનાથી ઊલટું ચાલવાની, ના એમાં ચાલી શક્યો - જ્યાં...
રહ્યો જ્યાં ખુદની ધૂનમાં ને ધૂનમાં, કરી જગની એમાં અવગણના - જ્યાં...
નાથવા કરી કોશિશો જમાનાને, પછડાટ ખાધી તો એમાં - જ્યાં...
અહંમાં છકી છકી વર્ત્યો જ્યાં જીવનમાં, સમજી ના શક્યો જમાનાને- જ્યાં...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)