મેળવવામાં ને મેળવવામાં જીવનભર જગમાં મથતો રહ્યો તો તું
સમજાયું ના જીવનમાં તો મને, ખોયું જીવનમાં, એમાં તો મેં શું
હાસ્ય ને હાસ્ય જાળવવા જીવનમાં, જીવનભર તો મથ્યો તો હું
મેળવવામાં રહ્યું સહ્યું હાસ્ય જીવનમાં તો ગુમાવી બેઠો એમાં તો હું
હરચીજ જીવનમાં અચરજમાં નાખતી રહી, રહ્યો અચરજમાં એમાં તો હું
પાસે શું હતું, શું ના હતું, પામ્યો ના કદી, અચરજમાં એમાં તો હું
મેળવવા મથ્યો જીવનભર જગમાં તો સાથ, માનવીનો તો હું
ભૂલ્યો જીવનમાં એમાં તો સદા, સાથ મેળવવો પ્રભુનો તો હું
છાંયડો ને છાંયડો, મથતો રહ્યો મેળવવા જીવનભર જગમાં તો હું
મેળવવામાં ને મેળવવામાં ગુમાવી બેઠો, જીવનનું તેજ તો હું
સમજવા ને સમજવા જગતને, રહ્યો કરતો જીવનભર કોશિશો તો હું
સમજવામાં ને સમજવામાં, સમજણ મારી, જીવનમાં ગુમાવી બેઠો હું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)