જીવન લથડિયાં ખાય જગમાં, એમાં જીવન લથડિયાં ખાય
સાચાખોટાની મૂંઝવણ જીવનમાં તો જ્યાં ઊભી થાય
ધારણાઓને લઈ લઈ જીવનમાં, ક્યાં ને ક્યાં એ પહોંચી જાય
આપત્તિઓ નાખે ડેરાતંબુ જીવનમાં, હટાવાનું નામ ના લે જરાય
આંખ સામે હોય છવાયેલું અંધારું, સૂઝે ના દિશા એમાં જરાય
કર્યું હોય અર્પણ જીવન પ્રેમને, નિષ્ફળતા મળતી ને મળતી એમાં જાય
ઘડયા હોય મનસૂબા ઘણા જીવનમાં, એક પછી એક તો તૂટતા જાય
ધાર જીવનની જ્યાં, હૈયા પર, ધીરે ધીરે તો જ્યાં ફરતી જાય
વિશ્વાસે ચાલતા વ્હાણને જીવનમાં, વિશ્વાસઘાત લાત મારતું જાય
આંખ સામે તો જીવનમાં નબળાઈઓ તો દેખાતી ને દેખાતી જાય
જીવન જાગૃતિનું, તેજ જીવનમાં, તો ઝાખું ને ઝાખું પડતું જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)