પાજો અમને પ્રેમનાં બિંદુ જીવનમાં એવાં, જાણીએ ને જીવીએ જીવન ખૂબ પ્રેમથી
પીશું અમે પ્રેમના બુંદ કે બે બુંદ એમાંથી લેશો ના વાંધો, છો તમે પ્રેમના સિંધુ
જગાવી ઝંખના હૈયામાં પ્રેમની, રાખજો ના તરસ્યા અમ કાજે, કરજો તમે આટલું
દેખાતા નથી ભલે નજરથી, દેખાયા વિના ના રહેજો હૈયામાં, માનજો તમે તો આટલું
જાણવું નથી દૂર છો તમે કેટલાં, રાખજો ના અંતર તમે અંતરનું, માનજો તમે આટલું
પામીએ છીએ શક્તિ, જગની તમારી શક્તિમાંથી, સદા પાતા રહેજો, માન જો તમે આટલું
ભક્તિ વિના લાગે જીવન તો સૂકું, ભક્તિમાં લીલું તો રહેવા દેજો, કરજો તમે આટલું
કરુણાના સાગર તો છો તમે, કરુણાની સરિતા તો પાજો અમને, કરજો તમે તો આટલું
સમજદારીના સિંધુ તો છો, તમે સમજદારીના બિંદુ પાજો તો તમે, કરજો તમે તો આટલું
પ્રેમ વિનાના મળે રસ પીવા ઘણા જીવનમાં, પ્રેમની તોલે આવે જગમાં એ ક્યાંય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)