મંઝિલ છે જ્યાં અંતિમ વિસામો તારો, મંઝિલને ખુદા જાણો
મંઝિલને સદા લક્ષ્યમાં રાખો, મંઝિલને નજરમાંથી ના હટાવો
ખુદા છે એક જ તો જગમાં, મંઝિલ તો એક ને એક જ રાખો
હોય મંઝિલ ભલે કપરી, ઉત્સાહને મંદ તો ના બનાવો
હોય મંઝિલ ભલે તારી કલ્પના, મૂર્તિમંત એને તો બનાવો
મંઝિલ વિનાના સ્વર્ગમાં, અમસ્થા પણ તો ના ભટકો
પળોને ના વેડફો જીવનમાં, કરીને એને ભેગી, મંઝિલમાં લગાવો
અપનાવી મંઝિલો જીવનમાં એવી, જીવનનું અંગ એને બનાવો
ગુણેગુણે ગુણગ્રાહી તમે બનો, હરેક ગુણોમાં ખુદાને નિહાળો
ખુદા વિનાની મંઝિલ બધી નકામી, ખુદાને તમારી મંઝિલ બનાવો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)