દેજો ના આશિષ મોટી ઉંમરની, દેજો આશિષ તો સુખી રહેવાની
વીતી ઉંમર, કર્યું ના કામ એવું, કરી શકું પ્રશંસા હું તો એની
મળતાં ઉમંર મોટી, નથી કોઈ ખાતરી જીવનમાં એના તો ઉપયોગની
દીધું છે દિલને જ્યાં સંકુચિત બનાવી, કામ શું છે ઉંમર વધારવાની
કોશિશે કોશિશ પણ વધી જીવનમાં ઉપાધિ, જરૂર શી છે ઉંમર વધારવાની
રાતદિવસના રાજીપા ઘટયા કંકાસો વધ્યા, છે શી જરૂર ઉંમર વધારવાની
છે અને બન્યું જીવન તો પથારી અંગારાની, બનાવી ના શક્યા સેજ સુંવાળી
શબ્દે શબ્દે રમત રમ્યા શબ્દોની, રહ્યા ગોતતા જીવનમાં બારી છટકવાની
પરિસ્થિતિથી હશો અજાણ તમે, પરિસ્થિતિ દીધી તમને આ જણાવી
દેવી હોય તો દેજો આશિષ સુખી રહેવાની, દેજો ના આશિષ મોટી ઉંમરની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)