રાજી રહી, રાજી કરી, કોઈ રાજ કરે, કોઈ નારાજ રહી, નારાજ કરી રાજ કરે
રાજ કરવાની રીત તો જુદી જુદી, સહુમાં તો એમાં તો ભેદ પડે
કોઈ વિરોધ જગાવી વિભક્ત રહે, કોઈ સંમતિ સાધી સંપમાં રહે
કોઈ આવનાર પળોની તો રાહ જુએ, કોઈ આવેલી પળો વેડફી નાખે
કોઈ પ્રેમભર્યાં વર્તનથી દૂર રહે, કોઈ પ્રેમમાં ને પ્રેમમાં ડૂબ્યા રહે
કોઈ સત્તામાં લોલુપ બનીને રાજ કરે, કોઈ નમ્ર બનીને રાજ કરે
કોઈ જીદ કરી કરી રાજ કરે, કોઈ આંસુડાં સારીને તો રાજ કરે
કોઈ અન્યને લક્ષ્યમાં રાખીને રાજ કરે, કોઈ સ્વને લક્ષ્માં રાખી રાજ કરે
કોઈ ગણતરી માંડી રાજ કરે, કોઈ ગણતરી કર્યાં વિના રાજ કરે
કોઈ દુઃખી કરીને તો રાજ કરે, કોઈ સુખી કરીને તો રાજ કરે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)