તું તો મારું દિલ છે રે પ્રભુ, દિલની વાત દિલથી દિલને કહેવા દે
પ્રેમથી પ્રેમપૂર્ણ નયનોથી પ્રભુ, આજ પ્રેમથી તમને નીરખવા દે
રમતા ને ભમતા મારા ચિત્તને પ્રભુ, આજથી તારામાં રહેવા દે
મને મારા મનને મનાવી મનાવી, તુજ ચરણમાં એને રહેવા દે
સત્સંગનો સાર સમજી સમજીને, જગના સારરૂપ તને સમજવા દે
તેજે તેજે તેજ પ્રકાશે જગમાં તારું, જગમાં તારા તેજને તો ઝીલવા દે
નાનો નાનો છું જગમાં, અવગુણો ને અહંમાં, પ્રભુ નાનો મને રહેવા દે
ભૂલી ભૂલી ભવમાં પ્રભુ તો તમને, હવે ભાવથી ભવસાગર તરવા દે
જાવું જગમાં ક્યાં, જાગી છે જલન જ્યાં હૈયામાં, જલન તુજ પ્રેમની થાવા દે
કાંટા, કંકર, કપટને ત્યજીને જીવનમાં, કાયાને કષ્ટ એનું કરવા દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)