નથી બનવું, નથી બનવું, છીએ જેવા અમે, એવા અમારે નથી બનવું
બન્યા છીએ, છીએ જેવા તો અમે, હવે એવા અમારે તો નથી રહેવું
કરી કરી ભૂલો બન્યા છીએ, જેવા છીએ, એવા અમે, હવે એવા અમારે નથી રહેવું
રહ્યા ધ્રૂજતા ડરના માર્યા તો જગમાં, હવે ડરથી અમારે તો નથી ધ્રૂજવું
ચાલ્યા એમે ઘણા અવળા પંથે, હવે અમારે અવળા પંથે તો નથી ચાલવું
કર્યાં વિચારો ઘણા ખોટા જીવનમાં, જીવનમાં હવે તો ખોટું નથી વિચારવું
હરેક સંગતની પંગતમાં તો બેઠા, હવે પંગત જોયા વિના અમારે નથી બેસવું
રડયા ખૂબ જીવનમાં, કરી કરી દુઃખનું સર્જન, હવે તો દુઃખથી તો છે દૂર રહેવું
ભૂલી ભૂલી પામ્યા શિક્ષા ઘણી જીવનમાં, હવે પ્રભુને જીવનમાં તો નથી ભૂલવું
બનવું છે પ્રભુના પ્યારા તો જગમાં, જગમાં પ્રભુના પ્યારા બનીને તો છે રહેવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)