અગવડો કરીને સહન જીવનમાં, અન્યની સગવડનો ખ્યાલ રાખજે
કરજે ના સંકુચિત દિલને તું જગમાં, પાન ઉદારતાનું એને કરાવજે
મમત્વ બધી દિલથી ત્યજી, છે જગમાં બધું પ્રભુનું, સદા યાદ એ રાખજે
હર પરિસ્થિતિનું માન રાખીને, છે પ્રભુનું દાન એ સમજીને સ્વીકારજે
પડે રહેવું ભૂખ્યા, જરૂર રહીને ભૂખ્યા પણ, અન્યને ભૂખ્યા ના રહેવા દેજે
દુઃખી દિલોનો બનીને દિલાસો રહેજે, જીવનમાં અન્યને દુઃખી ના રહેવા દેજે
મુક્તિ કાજે મળ્યું છે જીવન, જગમાં મુક્ત રહેજે, અન્યને મુક્તિ અપાવજે
પ્રેમભરી દૃષ્ટિ રાખજે જગમાં, દિલથી સહુને જગમાં પ્રેમથી અપનાવજે
સરળતા ભરીને હૈયામાં, જગમાં સહુની સાથે સરળતાથી વરતજે
ક્રોધ ને દંભ હૈયામાંથી દૂર કરીને, જીવનમાં સચ્ચાઈને સ્થાન આપજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)