વહાવ્યાં કંઈકને નયનોથી તો આંસુઓ, કરતા કોઈકનો ઇંતેજાર
પૂછો જરા પ્રભુને, વહાવ્યાં આંસુઓ કેટલાં કરતા અમારો ઇંતેજાર
જીરવી ના શક્યા જીવનમાં તો અમે, જગમાં તો તારા, ઇંતેજારનો પડકાર
કરી દીધી, નયનોએ તો શરૂઆત, વહાવીને તો ત્યાં આંસુઓની ધાર
બન્યું હૈયું જ્યાં ભારી તો એમાં, કર્યો વહાવી આંસુઓ તો હળવો ભાર
બની ગઈ હતી ઇંતેજારી તો જીવનમાં, નયનોનાં આંસુઓનો આધાર
કરતા કરતા ઇંતેજાર પ્રભુનો, છવાઈ ગયો છે હૈયામાં એ ભાવોનો આભાર
ખુલ્લાં રાખ્યાં છે પ્રભુએ, સહુ ભક્તોના કાજે, ખુલ્લાં એનાં તો દ્વાર
હોય ઇંતેજાર સરખો બંને બાજુ, સરખો જાય બની સેતુ તો ત્યાં આંસુઓની ધાર
ઇંતેજારમાં તો મળશે મજા, ઇંતેજાર પ્હોંચાડે તો જ્યાં પ્રેમની પેલે પાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)