હજારો હાથોથી રહ્યા છો પ્રભુ, દેતા ને દેતા અમને તો તમે
ઝીલી શકીએ ક્યાંથી બધું, બે હાથેથી એને તો અમે
વ્યાપ્યા તો છો જગના જ્યાં, અણુએ અણુમાં તો તમે
વસ્યા છો જગના હરેક હૈયામાં તો, તમે ને તમે
ગૂંથી છે ગૂંથણી કર્મોની, જગમાં જ્યાં એવી તો તમે
રહી ના શકીએ ફસાયા વિના, એમાં તો અમે
વરસાવ્યું હજારો હૈયાંથી જગમાં વ્હાલ, અમારા ઉપર તમે
રહી ના શકીએ બાતલ એમાં, તો જગમાં ક્યાંથી અમે
ઝીલી શકીશું એને તો અમે, જો આપશો શક્તિ તો તમે
શક્તિ વિના તો જગમાં, ખાલી રહીશું એમાં અમે ને અમે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)