ધરતીના હૈયાની ગરમી, ખડકો ને ખડકોને પણ પીગળાવી જાય
જગાવજે હૈયામાં તું પ્યારની ગરમી, કઠણ હૈયું પણ પીગળી જાય
આપી ચંદ્રે તો શીતળતા, સૂરજે ગરમી, જગમાં સૂરજ તો પૂજાય
જલાવજે ના હૈયામાં વેરની જ્વાળા, ખુદ જલી અન્યને જલાવી જાય
ધન્ય હજો એ દીવડાને, ખુદ જલી, અન્યને તો પ્રકાશ દઈ જાય
પ્રેમસરિતા તો વ્હેતી ભલી, જુએ ના ભેદ, જે આવે એમાં એ ન્હાય
વરસી વર્ષા હેતથી જગ પર, ધરતી એમાં તો પ્રેમથી ભીંજાય
હેત ના વરસાવ્યું તો ખડકે, નાહી નાહીને પણ કોરો રહી જાય
રાખજો હૈયું તો સાગર જેવું વિશાળ, પ્રેમથી સહુ એમાં સમાય
બનાવજો ના હૈયું તો ખાબોચિયા જેવું, અન્યને તો એ ખરડી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)