ફેલાવ્યો ત્રાસ સૂર્યકિરણોએ, પૃથ્વીનું જળ એ તો સૂકવી રહ્યો
વાદળોએ વાળ્યું વેર, થઈ એકઠાં, સૂર્યકિરણોને તો ઢાંકી દીધો
ઘનઘોર કાળાં વાદળોના હૈયામાં તો હતો, અંધકાર તો છવાયો
અંધકારભર્યાં વિચાર હૈયામાં છવાયો, ધરતીને અંધકારમાં ઢાંકી દીધો
હૈયાના અહંકારમાં વાદળોએ, આકાશમાં ભયંકર ગડગડાટ કર્યો
ઝાઝો સમય ટકે ના અહં કોઈનો, ના અહં એના પણ તો ટક્યો
અચાનક ફૂંકાયો પવન તો ત્યાં, વાદળોને છિન્નભિન્ન કરી ગયો
ચાલ્યું ના પવન સામે વાદળનું, ચોધાર આંસુએ એ તો રડયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)