માનવી માનવીમાં તો ફેર છે (2)
કોઈની નજરમાં તો ભર્યાં ભર્યાં ઊંડા તો ઝેર છે
કોઈ વર્તી વર્તી વરતાવે જીવનમાં તો, કાળો કેર છે
હોય ભલે જગમાં તો ઉજાસ, હૈયામાં એના ભર્યો અંધકાર છે
ભર્યું આંસુઓથી હૈયું કોઈનું, કોઈને આંસુ પાડવામાં ના દેર છે
કોઈના જીવનમાં તો જગ સાથે તો નિત્ય વેર છે
કોઈના વર્તનમાં તો જીવનમાં જોવા મળે નિત્ય ફેર છે
કોઈની હાજરીમાં તો જાગે જાણે તો લીલાલહેર છે
મળશે જીવનમાં કંઈક તો એવા જાણે ટકાના તેર છે
કોઈનું જીવન લાગે તો જગમાં, જાણે પ્રભુની પૂરી મ્હેર છે
લાગે જગમાં તો કદી કદી, પ્રભુના રાજમાં તો અંધેર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)