થોડું વધુ, થોડું વધુ, જીવનમાં માનવનું હૈયું તો કરતું રહ્યું
જીવનભર કરી આવું, અસંતોષની આગમાં તો એ જલી રહ્યું
લાગી શરૂઆતમાં એની નાની ભલે ચિનગારી, વધી ભડકે બળી રહ્યું
જલ્યું જ્યાં દિલ એમાં, જગમાં જીવન એમાં તો બળતું રહ્યું
છે અન્ય પાસે જે, નથી મારી પાસે એ બળતણ એમાં આ મળ્યું
બની આગ જીવનમાં જ્યાં એની, જીવનને તો એ એમાં બાળી રહ્યું
થોડું વધુ, વધુ ને વધતું રહ્યું, જીવનમાં ના એ તો અટક્યું
મળ્યું ના જીવનમાં જ્યાં પૂરું જીવનમાં તો એ વધતું રહ્યું
જે હરહાલતમાં ખુશ ના રહી શક્યા, જીવન એનું દુઃખી બન્યું
સુખ ચાહતા જીવનમાં જીવે, જીવનમાં થોડું વધુ તો અટકાવવું રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)