બદલાઈ ગઈ, બદલાઈ ગઈ, ઘણી વાતો, જીવનમાં બદલાઈ ગઈ
નખશિખ એની એ જ મૂર્તિ લાગી જુદી, જોવાની દૃષ્ટિ જ્યાં બદલાઈ ગઈ
પરિવર્તને પરિશ્રમ માંગ્યો, જીવન જીવવાની રીત તો જ્યાં બદલાઈ ગઈ
નવા લેબાસમાં હતી એની એ જ કહાની, પાત્રસૂચિ તો જ્યાં બદલાઈ ગઈ
સગાંસંબંધીઓ એના એ જ હતાં, ટકરાયા સ્વાર્થ, વર્તણૂક બદલાઈ ગઈ
જીવનના ભારે શ્વાસો હળવા બન્યા, જગમાં જીવનની સ્થિતિ જ્યાં બદલાઈ ગઈ
અનર્થમાંથી પણ જીવનને અર્થ મળ્યા, જીવનને સમજવાની દૃષ્ટિ જ્યાં બદલાઈ ગઈ
જુદી જુદી મસ્તીમાં સહુ મસ્ત હતા, મસ્તીની રીત સહુની ત્યાં બદલાઈ ગઈ
દુઃખદર્દની માત્રા હતી સહુમાં જુદી, દિલની સ્થિતિ સહુની જ્યાં બદલાઈ ગઈ
બદલાઈ ગઈ, બદલાવી ગઈ, જગમાં જીવનની હવા તો જ્યાં બદલાઈ ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)