ના જાણીએ તો અમે, રહી ગઈ જીવનમાં તો અમારા, કઈ ખામી
દેવાં દર્શન, નથી તો તું આવી માડી, છે એની એ બોલતી સાબિતી
કરી એકત્ર, જીવનમાં તો ખૂબ તારી માહિતી, મળી નથી તોય પૂરી માહિતી
ઠોક્યાં દ્વાર સમજદારીનાં તો ઘણાં, મળી ના તોય સાચી સમજૂતી
હતા યત્નો તો બધા અધૂરા, બંધાઈ ગઈ સાંકળ ત્યાં જનમફેરાની
ક્ષણમાં આવે પાસે તારી, ક્ષણમાં ભાગે દૂર, કરે આવી એ દોડાદોડી
રંગાયું ના એ તારી સ્થિરતાની સંગે, રહ્યું એ ભીંજાઈ તો સંગે માયાની
જાણવા છતાં દૂર ના થઈ એ ખામી, રહ્યા સહન કરતા આવી મજબૂરી
ચાપી દેજે માડી એને એક વાર તું હૈયે, લેજે ચંચળતા બધી મનની હરી
રસ્તા તો છે તારા, મારા માટે અજાણ્યા, આવજે તું પથપ્રદર્શક બની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)