ગંભીર મુખ લઈ લઈ, ફરે છે શાને તો તું જગમાં
રહ્યો નથી ગંભીર તો જીવનમાં, જ્યાં તું તારા યત્નોમાં
કર્યો ના ગંભીરતાથી વિચાર, જીવનનો જ્યાં જગમાં
લઈ લઈ ફરે છે તું શાને, મુખ પર ગંભીરતાની છાયા
માયામાં ને માયામાં રહ્યો ભટકતો, બન્યો ના ગંભીર કશામાં
ઉમંગ નથી કોઈ મુખ પર તારા, રહ્યો છે શાને નિરાશામાં
કરવા ચાહે છે શું છાપ ઊભી, વિશેષ તારી તું જગમાં
ના છાપ એ કામ લાગશે, તને કાંઈ તો જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)