ઊગ્યું તો જ્યાં પ્રભાત, ફફડાવી પંખીએ ત્યાં પાંખ, કરી ઊડવાની શરૂઆત
જાય તો એ ઊડતું, દૃશ્ય તો એ જોતું રહ્યું ઊડતું, પાંખો ફફડાવતું
હતું ઉમંગથી ભરેલું તો હૈયું, હતી આશા ભરી હૈયે, કંઈક હતું કરવું
હતો સમય તો જે હાથમાં, ચાહતું હતું ઉપયોગ પૂરેપૂરો એનો કરવું
ઊડવું હતું ફફડાવી પાંખો, હતું બધું તો જોવું, ના હતું એમાં થાકવું
આનંદે આનંદે હતો સમય વિતાવતો, હતું આનંદમાં એણે તો રહેવું
મળ્યા સાથસંગાથી, પડવા કંઈક તો છૂટા, ચાલુ રહ્યું તોય ઊડવાનું
મંઝિલ વિનાના વીત્યા દિવસો, વરતાયો થાક બન્યું મુશ્કેલ ઊડવું
સવાર વીતી ને સાંજ પડી, પંખીએ તો માળામાં પાછા ફરવું પડવું
રહ્યો ક્રમ તો આ ચાલુ ને ચાલુ, મંઝિલે ના એમાં તો પહોંચાયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)