જાણમાં નથી મને કોઈ એવાં કર્મોની તો યાદ
જીવનમાં તોય પ્રભુ મને આવી શિક્ષા શાને ફરમાવી
નજર અંદાજમાંથી તો પ્રભુ, દીધા નથી કદી તને હટાવી
દીધું છે તારી ભક્તિને પ્રભુ તો, જ્યાં અંગ બનાવી
માનવને મૂંઝવણમાં મૂકવા, કર્મોની જાળ પ્રભુ દીધી તેં બિછાવી
પકડાતો રહ્યો છે માનવ, તારી માયાની જાળમાં તમે જે ફેલાવી
દર્શન કાજે તો આશા જગાવી, દીધા અમને એમાં તો તડપાવી
કષ્ટ વિના ના મારગ મળે, શાને શક્તિ લીધી બધી તેં ખેંચી
સુખની રાહે ચાલતો હતો, જીવનમાં દુઃખદર્દની દીવાલ શાને ઊભી કરી
જીવનમાં પ્રગતિની લીલી ઝંડી બતાવી, દીધો શાને એમાં અટકાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)