અરે ઓ શક્તિની રે દાતા, અરે ઓ જગજનની જગમાતા
રહેવા ના દેજે ખાલી જીવન અમારું, તારી શક્તિ વિના રે માતા
વાટે ને ઘાટે જરૂર પડે શક્તિ તારી, દેજે ભરી શક્તિથી જીવન અમારું માતા
ચાલે ના શક્તિ વિના જગમાં, રાખજે ના વંચિત એમાંથી અમને રે માતા
ડગલે ને પગલે, આપે યાદ તું શક્તિની, છે ફેલાયેલી એવી તું રે માતા
પડશે કાયા તો સૂની, હટાવી લે હાથ શક્તિનો તારો, તું રે માતા
ચાલશે જગમાં તો સંપત્તિ વિના, ચાલશે ના તારી શક્તિ વિના રે માતા
હરેક કાર્યો ને કર્મો, માંગે શક્તિ તારી, રહે અધૂરાં એના વિના રે માતા
છે જીવન સહુનાં તો જગમાં તારી, શક્તિનું પ્રદર્શન રે માતા
તારી શક્તિ વિના હાલે ના પાંદડું જગમાં, અરે ઓ જગજનની જગમાતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)