ઊછળશે ના જો હૈયે તો ક્રોધના, ઊછાળાને ઊછાળા
પૂરાશે, જીવનમાં રે ત્યારે તો, સાચી સમજણના તો સાથિયા
લોભલાલચ તો જો રહેશે જીવનમાં તો કાબૂમાં ને કાબૂમાં
કરશે ના અધવચ્ચે રે ઊભા, જીવનમાં જો મારા તારાના તાંતણા
માન અપમાન તો જો, લઈ ના શકે કબજા જીવનમાં હૈયાંના
તૂટી જાશે રે જીવનમાં, હૈયેથી ભેદ, જીવનમાં તો મમત્ત્વના
છૂટતાં ને છૂટતાં જાશે રે જ્યાં જીવનમાં, તાણ હૈયાંમાંથી વિકારના
થાતી થાતી જાશે ભેગી રે મૂડી, જીવનમાં રે જ્યાં ધીરજ ને ક્ષમતાની
પ્રભુમાંથી તો જીવનમાં રે જ્યાં, મનડું ને ચિત્તડું તો હટશે ના
બન્યું હૈયું જીવનમાં તો જ્યાં, ધીરતા ને શાંતિના
ભક્તિ ભાવથી રહેશે ભરપૂર, હૈયાં જીવનમાં તો જેના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)