મળ્યો મહામૂલો માનવદેહ, કિંમત એની કોડીની શાને દીધી કરી
છોડી ના જીદ ખોટી, જીવનમાં તારી, અસફળતાના કિનારે ગયો પહોંચી
હદબહારની ઇચ્છાઓ જગાવી, તકલીફ લીધી તો શાને વ્હોરી
કરી કોશિશો અનેકનાં મૂળ શોધવા, શોધવું મૂળ તારું ગયો ચૂકી
રાગ રંગમાં રમતો રમી, દીધું જીવન એમાં તો વિતાવી
જીવન જંગમાં તો જ્યાં ઊતર્યા, જીવનમાં પીછેહઠ તો શાને કરી
દુઃખદર્દ તો છે હકીકત જીવનની, સ્વરૂપ મોટું દીધું શાને એને આપી
મનના ધિંગાણામાં ને ધિંગાણામાં, મનની ધરતી તો ધ્રુજી ઊઠી
પળેપળ માનવજીવનની છે મહામૂલી, ગયો શાને તો એ વીસરી
માનવદેહ કરવા સાર્થક, જગની જંજાળમાં ગયો શાને એ ભૂલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)